જુઓ આજ શોભે વા’લો છોગાવાળો છેલ જરકસિ પાઘ જડાવના બાજુ, કેસર તિલક કરેલ..૩/૪

જુઓ આજ શોભે વાલો છોગાવાળો છેલ;  જુઓ૦ ટેક
જરકસિ પાઘ જડાવના બાજુ, કેસર તિલક કરેલ;  જુઓ૦ ૧
કેસરભીનો વાલો છેલ છબીલો, અલવ ભર્યો છે અલબેલ;  જુઓ૦ ૨
ઉર બનમાળ ચાલ જોઇ મોહી, પીત પટ કમર કસેલ;  જુઓ૦ ૩
પ્રેમાનંદના નાથના લટકાં, આવી મારા ઉરમાં ખુંતેલ;  જુઓ૦ ૪ 

મૂળ પદ

મારૂં મન મોહ્યુંરે મા મોરલીના નાદે

મળતા રાગ

રામકલી પ્રભાતિ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી