શોભે નટવરજીને શીશ, કલંગી વાંકડી ૨/૪

શોભે નટવરજીને શીશ, કલંગી વાંકડી;
		પોખરાજ પિરોજા લાલ, મોતીડેથી જડી...૧
તોરો ફૂલતણો નવરંગ, મોળીડા ઉપરે;
		જોઈને કાન કુંવરનું રૂપ, મારાં નેણાં ઠરે...૨
સખી આંટાદાર અનુપ, પિયાજીની પાઘડી;
		તે તો વિસરે નહિ પળ એક, જીવલડામાં જડી...૩
લળકે કુંડળ કાનુમાંય, કે મોંઘા મૂલનાં;
		બાંધ્યા બ્રહ્માનંદને નાથ, કે બાજુ ફૂલના...૪
 

મૂળ પદ

હેલી જોને આ નંદકુમાર, સલૂણો શોભતા

મળતા રાગ

ધોળ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિર્વેશ દવે

અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
5
2