જોને છબી આજની રે, વેશ બનાયો નાથ ૨/૪

૨૨૪૦ ૨/૪ પદ : ૨
જોને છબી આજની રે, વેશ બનાયો નાથ;
મનોહર મૂર્તિ રે . ટેક
કુંડલ જડાઉ કાનમાં રે, મોરલી લીધી છે હાથ. મ. ૧
મુગટ જડાઉ માંથડે રે, તિલક અલોકિક ભાલ . મ. ૨
ભ્રુકુટી ભમર કેરી પાંખડી રે , નેણ ગુલાબી લાલ. મ. ૩
નમણી અલૌકિક નાસિકા રે , દાંત દાડમ કેરાં બીજ . મ. ૪
અધર પ્રવાલાં જોઇને રે, રાધા રહી મન રીઝ. મ. ૫
હૈડે ફૂલાં કેરો હારડો રે , પહેર્યો છે પ્રાણઆધાર . મ. ૬
બ્રહ્માનંદનો વાલમો રે, નેણ તણો શણગાર . મ. ૭

મૂળ પદ

પ્યારી લાગે છેલાજીની પાઘડી રે, ચોંટી છે ચિત્તડાં માંય

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી