આજ સખી અલબેલડો રે, ઉભા છે જમુનાને તીર ૩/૪

૨૨૪૧ ૩/૪ પદ : ૩
આજ સખી અલબેલડો રે, ઉભા છે જમુનાને તીર;
નટવર નાથજી રે .  ટૅક
નેણ કમલ કેરી પાંખડી રે, સુંદર શ્યામ શરીર.  ન. ૧
શોભા બની શિર પેચની રે, પ્યારી અલોકિક પાઘ. ન. ૨
મોરલી મનોહર સાંભળી રે, ડોલે પિયાલે નાગ.  ન. ૩
મુખની શોભા સોહ્યામણી રે , કુંડળ કાન જડાવ.  ન. ૪
બેઉ ભૂજા માંહી બાંધિયા રે , બાજુ તે ખૂબ બનાવ.  ન. ૫
જદુવર મૂર્તિ જોઇને રે, લાજે છે કોટિક કામ.  ન. ૬
બ્રહ્માનંદનો વાલમો રે, છેલ ચતુર ઘનશ્યામ .  ન. ૭ 

મૂળ પદ

પ્યારી લાગે છેલાજીની પાઘડી રે, ચોંટી છે ચિત્તડાં માંય

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી