ચાલ ચાલ સખી વૃંદાવન જાયે, , ત્યાં વાલો વજાડે વેણ;૧/૪

૨૨૪૩  ૧/૪           પદ : ૧ રાગ ધોળ
 
ચાલ ચાલ સખી વૃંદાવન જાયે, , ત્યાં વાલો વજાડે વેણ; સલૂણો શામળિયો.ટેક.
એની મહા રે મનોહર મૂર્તિ એનાં કમલ સરીખાં નેણ.         સ. ૧
માથે ફૂલડાંનો તોરો ઝૂકી રહ્યો, વળી કુંડળ લળકે કાન.       સ. ૨
ગળે માળ બિરાજે ફૂલની, વહાલો સુંદર ભીને વાન.           સ. ૩
શોભે અજબ સુરંગી સુંથણી, અંગરખી અંગ અનૂપ.           સ. ૪
નખ શિખ ફૂલડે છાઇ રહ્યો, એનું જોયા સરખું રૂપ .           સ. ૫
અતિ મધુરી લાવનતા મુખની, લટકામાં મન લોભાય.         સ. ૬
એનાં ચરિત્ર સુણી સુખ ઉપજે, દીઠાથી દુઃખડું જાય.           સ. ૭
મુને ઘરમાં રેહેતા ગમતું નથી, વેંધાણી હું મોરલીની તાન.     સ. ૮
વહાલે લલિત ત્રિભંગી ચાલમાં, વ્રજનાર કરી ગુલતાન.         સ. ૯
સખી જમુનાને તીર જાદવે. માંડ્યો છે પ્રેમનો ફંદ.               સ. ૧૦
વહાલે ઘેલી કરી સર્વે ગ્વાલણી , બલિહારી બ્રહ્માનંદ .         સ. ૧૧ 

મૂળ પદ

ચાલ ચાલ સખી વૃંદાવન જાયે, , ત્યાં વાલો વજાડે વેણ;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી