આજ પરભાતના અસુરા આવીયા લાલ ક્યાં એવડી વાર લાગી ..૨/૪

આજ પરભાતના અસુરા આવીયા, લાલ ક્યાં એવડી વાર લાગી;
કુસુમની સેજ મેં સજી તમ કારણે, જોઇ જોઇ વાટડી રેણ જાગી.       આ. ૧
અમ ઘરે આવતાં દુઃખ શું દીઠલું, ત્યાં જઇ અધિક શું સુખ માન્યું;
કોલ મુજને દેઇ ગયા ઘેર કોઇને, જાદવા તમારૂં સાચ જાણ્યું.          આ. ૨
વિસ ગાળ્યું દૈયે તોય નવ વદાડો, રીશ મેલી કરી ઇશ રહો છો;
સાચ તેને ઘરે રળો છો શ્યામળા, કપટની વાત અમ પાસે કહો છો.  આ. ૩
જડી બુટી દેઇ કાંઇક જાદુ કરી, તમારૂં લીધલું ચિત્ત તાણી;
બ્રહ્માનંદ કહે તેનું વદન જોયા વિના, નાથ લેતા નથી અન્ન પાણી.   આ. ૪

    

મૂળ પદ

આજ ઉજાગરો નેણ દીસે હરિ

મળતા રાગ

પ્રભાતી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી